શિક્ષક અને નૈતિક શિક્ષણનો વિચાર

સરસ્વતિમાં  શારદેના સારસ્વત સંતાનોને નમસ્કાર , મિત્રો એક શિક્ષક તરિકે તમારા મનમાંય શિક્ષણને લગતા કેટલાય ઉમદા વિચારો હશે , ક્યાંક કોઈ ફરીયાદો પણ હશે , અને તમે આ સિસ્ટમથી થોડા ઘણા નારાજ પણ હશો , અને ક્યાંક ને ક્યાંક એનો ઉભરો પણ ઠાલવતા જ હશો. આ બધુ તો વ્યક્તિગત વિચાર ભિન્નતાઓને લીધે ચાલ્યા કરવાનુ , દોસ્તો આપણે આજે એ બધાથી પરે જઈ શિક્ષકની ફિલોસોફી પર વાત કરવાની છે. શિક્ષકના દરરજા અને તેની સમ્રૂધ્ધ સમજક્ષમતાની વાત કરવી છે. વાત કરવાની છે , શિક્ષકની વ્યવહાર કુશળતાની. આદિ અનાદિકાળથી શિક્ષકને જે માન સમ્માન પ્રાપ્ત થયુ છે તેની પાછળ માત્ર તેનુ કાર્ય જ નહીં , પરંતુ તેનો વ્યવહાર અને વ્યક્તિત્વ પણ કારણભુત છે. માટે જ શિક્ષકોના શિષ્ટાચારની અનેરી છાપ આજે પણ અકબંધ છે. સમય બદલાયો અને શિક્ષણની માંગ વધી , તો તેનો વ્યાપાર પણ શરૂ થઈ ગયો. 'ઉચી ડિગ્રી ને ઉચી પદવી ' ટકાવારીના કિમિયામા સાચુ શુ એ ભૂલી શિક્ષક પણ માહિતીઓ ગોખાવામાં વ્યસ્ત બની ગયો. નૈતિકમૂલ્યો , સંસ્કારોની વાતોમાં સમય ન વગાડતા તે MCQ ગોખાવામા એવો તે લાગી ગયો કે પોતાની સાચી ભૂમિકા જ ક્યાંક ભૂલી ગયો.  ને એટલે જ એ સમાજમાય જેવો જૂનો હતો એવો કયા રહ્યો ! આજની માંગ છે જે એમા જ એ વ્યસ્ત છે. એમા એય શુ કરે? જાણે છે છતાંય અજાણ બની એ ચાલે છે કારણ કે નૈતિકતાની વાતો ને ઈમાનદારી તો પુસ્તકો માં હોય એવુ કહેનારા એને પણ સાંજ પડે હજારો મલે છે. સાચી વાત તો એ કે હવે શિક્ષક પોતાના વિચારો પ્રમાણે નૈતિકતા કે સંસ્કારો પણ શીખવી શકતો નથી કારણ કે હવે તેવી વાતોની વિશ્વસનિયતા પર જ વિશ્વાસ રહ્યો નથી. તો એ શિક્ષક પણ અવઢવમાં છે કે શુ મરા વિધ્યાર્થિઓ ને મારે ખરેખર પ્રામાણિક , ઈમાનદાર અને સંસ્કારી બનાવવા ? જો ખરેખર તે એવા બની ગયા તો શુ તે આ દુનીયાદારી નિભાવી શકશે અહી સમાયોજન સાધી શકશે ? કેમ કે હવે એવા લોકો તો બહુ ઓછા હશે ! કે શુ મારે મારા વિધ્યાર્થી ને થોડીક લુચ્ચાઈ અને ચતુરાઈ પણ શીખવી પડશે ? મારે વિધ્યાર્થી ને વિનમ્ર બનાવો કે આક્રમક ? શુ વિનમ્ર હશે તો આ જાલિમ દુનીયા તેની વાત સાંભળશે.? શુ એ સંસ્કારી હશે તો આ ચાલાક લોકો તેનો ગેરલાભ લઈ તેને લૂંટી નહી લે ? બસ આવા જ વિચારો એ કાઈક નૈતિકમૂલ્યો પિરસાવાના બંધ થઈ ગયા. સંસ્કારો દેવાના છૂટી ગયા ને વિનમ્રતા ના પાઠો પુસ્તકો પુરતા રહી ગયા. સાચુ કહુ તો સાચુ શુ છે એ જાણવા છતા આપણે ગોખાવામા પડ્યા છીએ એટલે જ આપણે ડૉક્ટર તો પેદા કરીએ છીએ પણ તેનામાં દયા નથી પેદા કરી શક્યા શિક્ષક એ આવતીકાલના સમાજનો નિર્માતા છે એ ધારે તેવો સમાજ બનાવી શકે બસ શિક્ષક પહેલા પોતે મક્કમ બની નૈતિકમૂલ્યો ને અપનાવે અને એ મૂલ્યો પોતાના વિધ્યાર્થી ને શિખવે ,  અને માં બાપ બની સંસ્કારો નુ સિચન કરે ,  વિનમ્રતા સાદગી અને સમર્પણ ના ભાવો ને ઉજાગર કરે,   ખોવાયેલ ગરીમાને પાછી મેળવવાનો આ જ એક માત્ર વિકલ્પ છે

 સોલંકી જીગર  એન
આ.શિ
વઘાસિયા પ્રા શાળા

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ