અમારી શાળા અને કોરોના વચ્ચેનો જંગ
૨૨ માર્ચ ૨૦૨૦ વિશ્વ જ્યારે કોરોના માહામારી થી ભયભીત હતું ત્યારે સરકાર માટે સૌથી અગત્યનો જો કોઈ પ્રશ્ન હતો તો તે વિદ્યાર્થીઓ નું શિક્ષણ - ?લગભગ ગુજરાત સહિત દુનિયાની બધી જ શૈક્ષણિક સંસ્થાઓને તાળાં લાગી ગયા ત્યારે ઓનલાઈન એજ્યુકેશન એક માત્ર વિકલ્પ હતો જે શિક્ષણને જીવંત રાખી શકે. અમારી ચેનલ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચવા વિવિધ માધ્યમોનો ઉપિયોગ થયો. WhatsApp, Microsoft team, zoom, Diksha, જેવી application નો ઉપયોગ કરી શૈક્ષણિક કાર્ય કરવમાં આવ્યું . સરકાર શ્રી દ્વારા એકમ કસોટી,ઘરે શીખીએ, હોમ લરનિંગ વીડિયો, દ્વારા આ કાર્યને સફળ બનાવવા પ્રયત્નો ચાલુ રહ્યા. ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીઓ માટે અમોએ YouTube માધ્યમનો ઉપીયોગ કર્યો. અંગ્રેજી વિષયના અઘરા મુદ્દાઓને વિડીયો રેકોર્ડિંગ દ્વારા સમજાવી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યા. સાથે વિષયને લાગતું મટીરીયલ પીડીએફ ફાઈલ સ્વરૂપે તૈયાર કરી ઓનલાઈન માધ્યમો દ્વારા જ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યું . વિદ્યાર્થીઓને મુઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે ટેલીફોનીક સંવાદ થી લઈ વિડીયો કોલ જેવી...







