અમારી શાળા અને કોરોના વચ્ચેનો જંગ
૨૨ માર્ચ ૨૦૨૦ વિશ્વ જ્યારે કોરોના માહામારી થી ભયભીત હતું ત્યારે સરકાર માટે સૌથી અગત્યનો જો કોઈ પ્રશ્ન હતો તો તે વિદ્યાર્થીઓ નું શિક્ષણ - ?લગભગ ગુજરાત સહિત દુનિયાની બધી જ શૈક્ષણિક સંસ્થાઓને તાળાં લાગી ગયા ત્યારે ઓનલાઈન એજ્યુકેશન એક માત્ર વિકલ્પ હતો જે શિક્ષણને જીવંત રાખી શકે.
અમારી ચેનલશિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચવા વિવિધ માધ્યમોનો ઉપિયોગ થયો. WhatsApp, Microsoft team, zoom, Diksha, જેવી application નો ઉપયોગ કરી શૈક્ષણિક કાર્ય કરવમાં આવ્યું . સરકાર શ્રી દ્વારા એકમ કસોટી,ઘરે શીખીએ, હોમ લરનિંગ વીડિયો, દ્વારા આ કાર્યને સફળ બનાવવા પ્રયત્નો ચાલુ રહ્યા.
ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીઓ માટે અમોએ YouTube માધ્યમનો ઉપીયોગ કર્યો. અંગ્રેજી વિષયના અઘરા મુદ્દાઓને વિડીયો રેકોર્ડિંગ દ્વારા સમજાવી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યા. સાથે વિષયને લાગતું મટીરીયલ પીડીએફ ફાઈલ સ્વરૂપે તૈયાર કરી ઓનલાઈન માધ્યમો દ્વારા જ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યું . વિદ્યાર્થીઓને મુઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે ટેલીફોનીક સંવાદ થી લઈ વિડીયો કોલ જેવી વિવિધ શુિવધાનો ઊપિયોગ કરાયો .
જે વિદ્યાર્થીઓ પાસે આધુનિક મોબાઈલ ફોન ન હતા તે વિદ્યાર્થીઓ માટે વિશેષ આયોજન કરી ઘરે જાઈ માર્ગદર્શન અપાયું . અમારા માટે વાડી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ એક મોટી ચેલેન્જ હતી . આવા વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે અમે ખાસ આયોજન કરી સાપ્તાહિક ગૃહકાર્ય નું આયોજન કર્યું . ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઇન એપ્લિકેશન વાપરવા સમર્થ ન હતા તે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બનવા હોમ વિસિટ પ્લાનિંગ કરાયું . એ માટે રાતના સમયે જાઈ એપ ઇન્સ્ટોલ કરાવાઈ . કારણકે મોટા ભાગે મોબાઈલ પિતા પાસે જ હતા અને તે રાતના સમયે જ મળતા .
કામ ખુબ જ અઘરા હતા. પરંતુ અમારો ઈરાદો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી કેમ શિક્ષણ લઈ જવું તે તરફનો જ રહ્યો..આ બધા કાર્યો કરતા અમારી નજર TESTMOZ નામની એપલિકેશન પર પડી તેમાં અમોએ યુનિટ વાઈસ TEST તૈયાર કરી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આ TEST વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ રોમાંચક રહી .
ગ્રામ્યકક્ષાએ ઇંટરનેટ કવારેજના પ્રશ્નો ધાર્યા બહારના હોય છે. માટે એમને ઘણીવાર નિરાશાનો સામનો પણ કરવો પડ્યો . પણ અમે બધા નહિ તો થોડાને પણ કાઇક શિખવી શકીશું. તે ઈરાદાઓ પ્રયત્નો વેગવાન બનાવ્યા. શાળાના શિક્ષકો એ વાતની ગંભીરતા બહુ સારી રીતે સમજતા હતા કે , જો બાળક આટલો મોટો સમય શિક્ષણથી વંચિત રહેશે, તો તેના કેવા ભયાવહ પરિણામો આવશે. આ માટે જ અમોએ શિક્ષણ વિભાગની જે કાઈ આયોજનો હતા તેને યથાર્થ પ્રયત્ન પૂર્વક ગ્રાઉન્ડ લેવલે પહોંચતા કર્યા.
આજે જ્યારે કોરોના કેશ ઘટી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ સાથે તેમના જ પ્રાગણમા જઈ અભ્યાસ કરાવી અમોએ થોડો હાશકારો જરૂર લીધો છે. છતાં પ્રત્યક્ષ શિક્ષણના દરવાજા જ્યાં સુધી નહિ ખુલે, કાઈક ખૂટતું તો લાગ્યા કરશે.
કોરોના કાલે શિક્ષણ પધ્ધતિઓ બદલી ઓનલાઇન માધ્યમોનો સદૂપીયોગ શીખવ્યો અને શિક્ષણ જીવંત રાખવાના પ્રયાસોમાં આ અમારાં કટિબદ્ધ પ્રયાસો હતા. હવે આ સક્સેસ સ્ટોરી હતી કે કેમ એ તો તજજ્ઞો જાણે અમોએ તો શિક્ષણ કેમ ચાલુ રહે બસ એ જ જોયું , વિચાર્યું અને કર્યું,
આભાર સહ
સોલંકી જીગર એન
વઘાસિયા પ્રા. શાળા

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો