શાળાની દીવાલો

રાહ જોવે છે, આ શાળાની દીવાલો.
ક્યારે સંભળાશે, છોકરાઓની રાડો.

સૌથી કપરો કોરોના, મે છે સહ્યો
નીશાશા નાખતી, રાહ જોવે દીવાલો,

કોક આવી આપો ને એક દિલાસો
ક્યારે  ગુંજશે આ  પાછી દીવાલો,

કોક હતું જે કહેતું અહી વાર્તાઓ
એ પરિચિત અવાજ ક્યાં ખોવાયો,

શું નથી દયા તમોને સત્તાધારીઓ
હવે તો આ પીડા માથી મને છોડાઓ

ક્યારે સંભળાશે, છોકરાઓની રાડો,
રાહ જોવે છે, આ શાળાની દીવાલો

સોલંકી જીગર એન
વઘાસિયા પ્રાથમિક શાળા









ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ