શિક્ષક એક અભિનેતા !!!

        વઘાસીયા પ્રાથમિક શાળાના સ્ટાફરૂમમાં આજે ચર્ચા થઈ. શિક્ષણ જગતની ખૂબ જ અગત્યની પણ ક્યારેય ન ચર્ચાએલી વાત- શિક્ષણ અને અભિનય અને તે બંને વચ્ચેનો સંબંધ. આ મુદ્દો દરેક શિક્ષક ને વિચારતો કરી દેશે . 
"Acting of an actor makes a film while acting of a teacher makes life of a student"

એક અભિનેતા જેમ ફિલ્મમાં પોતાના અભિનયથી પ્રેક્ષકોને હસાવી શકે, રડાવી શકે, ઉદાસ કરી શકે અને જુસ્સામાં પણ લાવી શકે. તે જ રીતે એક શિક્ષક પણ પોતાના અભિનય દ્વારા વિદ્યાર્થીને ભણતો કરી શકે, ઘણા શિક્ષકવિદો તેનું મહત્વ પણ જાણે છે. એટલે જ અભિનય ગીતો તો આપણે ત્યાં બહુ શરૂઆતથી આવી ગયેલા.
તો હવે એક શિક્ષકે કેવો અભિનય શીખવો પડે ?:એ પ્રશ્ન છે. વિદ્યાર્થી સાથે શિક્ષક નો અભિનય કેવો હોવો જોઈએ?  શિક્ષક પોતાના વ્યક્તિગત જીવનમાં ભલે ગમે તે પ્રકૃતિ ધરાવતો હોય, પણ વિદ્યાર્થી સામે તો તેને આદર્શ વ્યક્તિ નો અભિનય કરવો રહ્યો. સાથે સાથે વર્ગમાં પણ તેની હોશિયારી ત્યારે જ પુરવાર થશે, જ્યારે તે પોતાને આવડતું વિદ્યાર્થીને આવડતું કરી બતાવે. એ માટે એણે ક્યારેય સાવ બાળક પણ બનવું પડે, તો ક્યારેક બહુ પીઢ વક્તા વડીલ પણ બનવું પડે. નવા નવા ભાવો વડે વિદ્યાર્થીઓને ભાવવિભોર કરવા પડે. શિક્ષકે સમજવું પડે કે દરેક વિદ્યાર્થીને એક અલગ ભાવ ની જરૂર છે. દરેક વિદ્યાર્થીએ વિદ્યાર્થીએ શિક્ષકે અલગ-અલગ અભિનય કરવો પડે. કોઈની સાથે હસીને તો કોઈને ગુસ્સો કરીને સમજાવવા પડે. ક્યારેક બાળકો સાથે બાળક બની રમવું પડે, તો ક્યારેક ભણતર નુ મહત્વ સમજાવવા ક્રોધિત વ્યક્તિ નું સ્વરૂપ પણ ધારણ કરવું પડે. પરંતુ આ બધું આર્ટિફિશિયલ હોવું જોઈએ. શિક્ષક ક્યારેય વિદ્યાર્થી પર વાસ્તવિક ગુસ્સો કરતો જ નથી. તે તો માત્ર એક અભિનય હોય છે. વિદ્યાર્થીના હિત માં કરેલો અભિનય !
જે વિદ્યાર્થી એમ કહે કે આ શિક્ષકનું તો કાંઈ ઠેકાણું જ નથી. ક્યારે ગુસ્સે થાય ,ક્યારે રમતો રમાડે, ક્યારે ગીતો ગાય, કાંઈ ખબર પડતી નથી. ખરેખર આવા શિક્ષક જ યોગ્ય રસ્તે છે. જે પોતાની પ્રકૃતિ થી અલગ થઈ વિદ્યાર્થીની જરૂર પ્રમાણે અભિનય કરી શકે છે. અને તેના દમ પર વિદ્યાર્થીઓ ના હિત માટે કામ કરી શકે છે.
શિક્ષકનું એકધારું વર્તન ક્યારેય ન્યાયપૂર્ણ હોઈ શકે નહિ.એક ધારો હસતો ચહેરો પણ વિદ્યાર્થી માટે નુકસાનકારક છે, તો એકધારો ગુસ્સો પણ વિદ્યાર્થીને શિક્ષણથી દૂર કરી દે . આ બે વચ્ચેની ભેદરેખા જાણી શિક્ષકે વારંવાર પોતાના અભિનય દ્વારા પોતાના ભાવોને બદલતા રહેવાના છે. વિદ્યાર્થીએ વિદ્યાર્થીએ અલગ-અલગ ભાવોની સોગાત  લઈ શિક્ષક વિદ્યાર્થી સામે રજુ થાય ત્યારે જ યથાર્થ શિક્ષણ ના પાયા નખાય છે.
વાસ્તવિક જીવનના પ્રશ્નો, ગૂંચવણો ,જવાબદારીઓ અને સાંસારિક સમસ્યાઓને નેવે મૂકી જે શિક્ષક વર્ગમાં અભિનય કળાથી શિક્ષણ કાર્ય કરે છે, તે શિક્ષક સદાયને માટે વિદ્યાર્થીઓની સ્મૃતિમાં સંભારણું બની ચિરકાળ સુધી અમર રહે છે
શું તમે વિચારથી સંમત છો હા કે ના કૉમેન્ટ કરી કહેજો તમારાં પ્રતિભાવો ની રાહ રહેશે .

લી
અભિનેતા.( શિક્ષક)

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

લોકપ્રિય પોસ્ટ્સ